My Account | Online Catalogue | Contact Us
The library has a collection of over 10,000 books in Gujarati covering various subjects. New books are being added on a regular basis.
ઘનશ્યામ દેસાઈ એટલે ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાઓના લેખક તરીકે જાણીતા અને વાર્તાસર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન સ્થિર કરનારા આધુનિક પ્રયોગશીલ વાર્તાકાર. તે ઉપરાંત ભારતીય વિદ્યા ભવનના સામાયિક ‘સમર્પણ’ (પછીથી ‘નવનીત સમર્પણ’)ના મદદનીશ સંપાદક અને પછીથી વાચકોની, સર્જકોની અને વિવેચકોની સ્વીકૃતિ અને પ્રતિષ્ઠા મેળવનાર સમર્થ સંપાદક.
ઘનશ્યામ દેસાઈના લખેલાં પુસ્તકો અને તેમના વિષે લખાયેલાં પુસ્તકો જે ભારતીય વિદ્યા ભવનની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે તે અહીં દર્શાવ્યાં છે. આમાં તેમના ટૂંકી વાર્તા સંગ્રહો, સંપાદિત સંગ્રહો, નવનીત સમર્પણનો ઘનશ્યામ દેસાઈ વિશેષ અંક, ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત સ્મૃતિ ગ્રંથ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૮માં ભારતીય વિદ્યા ભવન દ્વારા આયોજિત કાર્યક્રમ “ઘિર આયો ઘનશ્યામ’ની યુટ્યુબ લિન્ક્સ પણ નીચે આપવામાં આવી છે.
“ટોળું” ઘનશ્યામ દેસાઈનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. “ટોળું”સંગ્રહની વાર્તાઓ “કાગડો”, “ગોકળજીનો વેલો”, “ટોળું” વગેરે આધુનિક ગુજરાતી ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામી ચુકી છે. ઘનશ્યામ દેસાઈની વાર્તાઓમાં માનવચિત્તની, જીવનની અને અસ્તિત્ત્વની અકળ અને ગૂઢ સમસ્યાઓ હળવી રીતે આલેખાઈ છે.
ઘનશ્યામ દેસાઈનો આ બીજો વાર્તાસંગ્રહ એમના મૃત્યુ બાદ ”ટોળું”માં ન છપાયેલી વાર્તાઓનો સંગ્રહ છે. તે ઉપરાંત, ઘનશ્યામ દેસાઈની કિરીટ દુધાત, નીતા રામૈયા વગેરેએ લીધેલી મુલાકાતો પણ આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે.
The collection includes 21 stories from Ghanshyam Desai’s story collections ‘Tolu’ and ‘Bandh Barna’. The stories explore the longings, frustrations, guilt, and violence that lie below the surface of seemingly ordinary lives. The translators have brought the subtleties and strength of the original works into their translation in English.
વાતમેળો સંચયમાં “ટોળું” અને “બંધ બારણાં” બંને સંગ્રહોની વાર્તાઓનું સંકલન અને ઘનશ્યામ દેસાઈએ વિવિધ મુલાકાતોમાં કરેલી વાતો પણ છે. ઘનશ્યામ દેસાઈની સમગ્ર વાર્તાસૃષ્ટિ અને તેમની મુલાકાતોને માણવાની તક આ પુસ્તક પૂરી પડે છે.
ઘનશ્યામ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓની કિરીટ દૂધાતે કરેલું સંપાદન અને કિરીટ દુધાત સાથેની મુલાકાત. આ મુલાકાતમાં ઘનશ્યામ દેસાઈએ વાર્તા લેખનની પ્રક્રિયા અને પોતાની ઘણી અંગત વાતો વ્યક્ત કરી છે.
વાચકો વાર્તાકારોની વાર્તાસૃષ્ટિની ઝાંખી મેળવી શકે એવો ઘનશ્યામ દેસાઈ અને ઉત્પલ ભાયાણીની પાંચ પાંચ વાર્તાઓનો સંગ્રહ. ઘનશ્યામ દેસાઈની “કાગડો”, “ગોકળજીનો વેલો”, “તુકા મ્હણે”, “વેર” અને “ટોળું” નો આ સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઘનશ્યામ દેસાઈ ની ઓગણીસ વાર્તાઓનું શરીફા વીજળીવાળાએ કરેલું સંપાદન. આ સંગ્રહનો ઉદ્દેશ્ય ટૂંકી વાર્તાઓના લેખનને મહત્વનો વળાંક આપનાર લેખકો સાથે વાચકોનો પરિચય કરાવવાનો છે. ઘનશ્યામ દેસાઈ વિશેની રસપ્રદ માહિતી અને વિવેચકો તેમના વિશે શું કહે છે તેનો સમાવેશ પણ પરિશિષ્ટરૂપે કરવામાં આવ્યો છે.
સમર્થ સર્જકો, મિત્રો અને સહકાર્યકરોએ ઘનશ્યામ દેસાઈને આપેલી અંજલિ, તેમના પ્રત્યેનો ભાવ, સંપાદક તરીકેની વિશેષતાઓ અને યાદો વાગોળતા લેખો.
ઘનશ્યામ દેસાઈના જીવન અને કવનને આવરી લેતો સ્મૃતિ ગ્રંથ. એમાં વ્યક્તિ ઘનશ્યામ, સંપાદક ઘનશ્યામ, સર્જક ઘનશ્યામ, મિત્ર ઘનશ્યામ, એમ ઘનશ્યામ દેસાઈનાં વ્યક્તિત્વના વિવિધ પાસાઓને ઉજાગર કરતો ગ્રંથ.
ભારતીય વિદ્યા ભવન દ્વારા આયોજિત ઉત્તમ વાર્તાકાર અને “નવનીત સમર્પણ’ ના પૂર્વ સંપાદક ઘનશ્યામ દેસાઈના સ્મૃતિગ્રંથનો લોકાર્પણ સમારંભ. વાર્તાઓનું પઠન તથા સાભિનય પ્રસ્તુતિ.
કાર્યક્રમ જોવા માટે નીચેની લિન્ક્સ પર ક્લિક કરો.
Contributions like articles, book reviews, book abstracts, etc. are welcome from Library Members, Bhavan’s staff, and friends and supporters of the Library.
Contribute to Library Blog