હિંદ સ્વરાજ ક્વિઝ ક્વિઝ ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે
“હિંદ સ્વરાજ” ક્વિઝમાં ભાગ લેવા માટેના નિયમો
રજીસ્ટ્રેશન
ક્વિઝમાં ભાગ લેવાનું વિના મૂલ્ય છે.
ક્વિઝમાં ભાગ લેવા માટે 'રજીસ્ટર' કરવું ફરજીયાત છે.
ફક્ત 'રજીસ્ટર' થયેલા સભ્યો જ ક્વિઝમાં ભાગ લઇ શકશે.
'રજીસ્ટર' કરતી વખતે પુરું સરનામું આપવું જરૂરી છે.
'રજીસ્ટર' કરતી વખતે સાચું અને સક્રિય 'ઈમેલ આઈડી' આપવું જરૂરી છે.
એક વ્યક્તિ એક જ 'ઈમેલ આઈડી'નો ઉપયોગ કરી શકશે.
'રજીસ્ટર' કર્યા પછી 'ઈમેલ આઈડી' બદલી શકાશે નહીં.
'ઈમેલ આઈડી' દ્વારા જ ક્વિઝમાં ભાગ લઈ શકાશે.
'લોગ ઇન' કરવા માટે 'ઈમેલ આઈડી'નો જ 'યુઝર નેમ' તરીકે ઉપયોગ થઈ શકશે.
'રજીસ્ટર' કરતી વખતે 'પાસવર્ડ' આપવો જરૂરી છે.
'પાસવર્ડ'માં 'alphabets' અને 'numbers' આપી શકાશે.
ભુલાઈ ગયેલો 'પાસવર્ડ' ફરી પ્રાપ્ત કરવા 'રજીસ્ટર' થયેલા 'ઈમેલ આઈડી'નો ઉપયોગ કરી શકાશે.
'ઈમેલ આઈડી' વેબસાઈટ પર ક્યાંય પણ દેખાડવામાં આવશે નહીં.
ઈમેલ વેરીફીકેશન:
'ઈમેલ વેરીફીકેશન' થયા પછી જ 'રજીસ્ટ્રેશન' પૂર્ણ થયેલું ગણાશે.
'રજીસ્ટ્રેશન' કર્યા પછી 'ઈમેલ આઈડી' પર એક 'વેરીફીકેશન ઈમેલ' મોકલવામાં આવશે.
જો આ 'ઈમેલ' 'ઇન્બોક્ષ'માં ન મળે તો 'સ્પામ', 'જંક', વગેરે ફોલ્ડર તપાસવા.
'ઈમેલ'માં એક 'વેરીફીકેશન લિંક' હશે. 'વેરીફીકેશન' પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તે 'લિંક' ઉપર 'ક્લિક' કરવું.
'વેરીફીકેશન' પૂર્ણ થયા સિવાય ક્વિઝમાં ભાગ લઈ શકાશે નહીં.
'વેરીફીકેશન ઈમેલ' ફરીથી મેળવવા 'રીસેન્ડ' બટનનો ઉપયોગ કરી શકાશે.
સામાન્ય નિયમો
ક્વિઝમાં ભાગ લેવા માટે 'રજીસ્ટ્રેશન' કરવું ફરજીયાત છે.
ક્વિઝ ૮ જુદા જુદા લેવલમાં વિભાજીત કરવામાં આવ્યું છે - પહેલાં ૫ લેવલ, પછી ૨ 'બોનસ' લેવલ અને છેલ્લે ૧ 'સુપર' લેવલ.
દરેક લેવલ નું આયોજન તે હિંદ સ્વરાજ પુસ્તકને વધુ ઊંડાણથી સમજવામાં ઉપયોગી થાય એ રીતે કરવામાં આવ્યું છે.
દરેક લેવલ માં ૧૦ પ્રશ્નો સમાવવામાં આવ્યા છે.
દરેક પ્રશ્નના જવાબ રૂપે ૩ વિકલ્પો આપવામાં આવ્યા છે.
ભાગ લેનારે ૧ વિકલ્પ પસંદ કરી 'સબમિટ' કરવાનું રહેશે.
દરેક લેવલ સફળતાપૂર્વક પૂર્ણ કરવા ઓછામાં ઓછા ૭ પ્રશ્નોનાં સાચા ઉત્તર આપવા જરૂરી છે.
એક લેવલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી જ આગળનાં સ્તરમાં ભાગ લઈ શકાશે.
એક લેવલ પૂર્ણ કર્યા પછી, ૧૦માંથી ૭ થી ૯નો સ્કોર હોય તો આગળના લેવલ માં ભાગ લઇ શકાશે અથવા સ્કોરમાં સુધારો કરવા એ જ લેવલ ફરી વાર રમવાનો પ્રયાસ પણ કરી શકાશે.